કપરાડામાં તમાકુ નિયંત્રણ હેઠળ આરોગ્ય વિભાગનું આકસ્મિક ચેકિંગ, ૨૨ દુકાનદારોને દંડ

0
355

વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગના ટાસ્ક ફોર્સ દ્વારા કપરાડા તાલુકામાં તમાકુ નિયંત્રણ અભિયાન અંતર્ગત આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું હતું. ચેકિંગ દરમિયાન વિવિધ વિસ્તારોમાં તમાકુ અને સિગારેટ સહિતના તમાકુજન્ય પદાર્થો વેચતા દુકાનદારોની તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન કાયદાનું ઉલ્લંઘન કરનારા ૨૨ દુકાનદારો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી અને કુલ રૂ. ૪,૩૦૦નો દંડ વસૂલવામાં આવ્યો.

તપાસ દરમિયાન દુકાનદારોને તમાકુ નિયંત્રણ કાયદા અંગે વિગતવાર સમજ આપવામાં આવી તેમજ તમાકુ અને સિગારેટ જેવી આરોગ્ય માટે હાનિકારક વસ્તુઓનું વેચાણ ન કરવા ચેતવણી આપવામાં આવી. અધિકારીઓએ જણાવ્યું કે તમાકુનો ઉપયોગ આરોગ્ય માટે ઘાતક છે અને સમાજમાં તમાકુ મુક્ત વાતાવરણ નિર્માણ કરવા માટે સૌએ સહયોગ આપવો જોઈએ.

આ અભિયાનનો મુખ્ય હેતુ કિશોરો અને યુવાનોમાં તમાકુના વ્યસનને રોકવાનો તેમજ જાહેર સ્થળોએ તમાકુ જન્ય પદાર્થોનો ઉપયોગ ન થાય તે માટે કાયદાનું કડક અમલીકરણ કરવાનો છે. આરોગ્ય વિભાગે જણાવ્યું કે આવું ચેકિંગ નિયમિત રીતે ચાલુ રાખવામાં આવશે અને કાયદાનો ભંગ કરનાર વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે. સાથે જ, જનતાને તમાકુના ઉપયોગથી દૂર રહેવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અપીલ કરવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here