
સુખાલા (તા. નાનાપોંઢા, જી. વલસાડ): લાલ બહાદુર શાસ્ત્રી સાર્વજનિક હાઈસ્કૂલ સુખાલા ખાતે સ્વર્ગસ્થ બરજુલભાઈ એન. પટેલ (પૂર્વ મંત્રી)ની યાદમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ તથા બી. એન. પટેલ સ્પોર્ટ્સડે – 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંડળના પ્રમુખશ્રી વસંતભાઈ બરજુલભાઈ પટેલ અને મંડળના ઉપપ્રમુખ ધર્મસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત પૂજનવિધિ અને સ્વ. બરજુલભાઈ પટેલના પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણથી કરવામાં આવી હતી. શાળા સ્ટાફ, ગ્રામજનો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો આ પ્રસંગે જોડાયા હતા. વિદ્યાર્થીઓએ વિવિધ રમતો અને ક્રીડા સ્પર્ધાઓમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ વધ્યો અને સ્વ. બરજુલભાઈ પટેલના આદર્શોને સ્મરણ કરતા સૌએ તેમની સેવાઓને શ્રદ્ધાભેર યાદ કરી હતી.