
આજરોજ સંસદ ભવન ખાતે દેશના ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહજી સાથે લોકસભાના દંડક તથા વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે સૌજન્ય મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પોતાના મત વિસ્તારના વિકાસ કાર્યો અંગે ચર્ચા કરી અને માર્ગદર્શન મેળવ્યું હતું.

સાંસદ શ્રી ધવલભાઈ પટેલની આગેવાની હેઠળ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના વિવિધ મોરચાના કન્વીનરશ્રીઓએ પણ આ મુલાકાતમાં ભાગ લીધો હતો. જેમાં ભાજપના મીડિયા કન્વીનર શ્રી દિવ્યેશ કૈલાશનાથ પાંડે, સોશિયલ મીડિયા કન્વીનર શ્રી હિતેશભાઈ સુરતી અને આઈ.ટી. કન્વીનર શ્રી ધ્રુવીનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ શુભેચ્છા મુલાકાત દ્વારા પ્રદેશ અને મત વિસ્તારના પ્રશ્નો અંગે કેન્દ્ર સ્તરે સમન્વય સાધવામાં આવ્યો હતો તથા વિકાસ માટે નવો દિશા નિર્દેશ મળ્યો છે.