
લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે આજે સંસદ ભવન ખાતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જે.પી. નડ્ડા તથા કેન્દ્રીય રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહ સાથે શિષ્ટાચાર મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે વિસ્તૃત ચર્ચા કરીને રાજ્ય અને વિસ્તારમાં વિકાસ કાર્ય માટે માર્ગદર્શન મેળવ્યું હતું.

આ મુલાકાતમાં વલસાડ બી.જે.પી.ના મીડિયા કન્વીનર શ્રી દિવ્યેશ કૈલાશનાથ પાંડે, સોશિયલ મીડિયા કન્વીનર શ્રી હિતેશભાઈ સુરતી તેમજ આઇ.ટી. કન્વીનર શ્રી ધ્રુવીનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીઓ સાથેની મુલાકાત દરમ્યાન વિસ્તારના લોકહિતના મુદ્દાઓ, વિકાસ યોજના અને કેન્દ્ર સરકારના સહકાર અંગે ચર્ચા થઈ હતી.

શ્રી ધવલભાઈ પટેલે જણાવ્યું કે, પાર્ટી નેતાઓ પાસેથી મળેલું માર્ગદર્શન લોકહિતમાં નવી દિશા આપનારું છે અને વિકાસ કાર્યોને વધુ ગતિ મળશે.