વલસાડના નવા એસપી તરીકે યુવરાજસિંહ જાડેજાની નિમણૂક, કરનરાજ વાઘેલાની સુરત બદલી

0
203

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના 105 IPS અધિકારીઓની બદલી અને બઢતીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. આ અંતર્ગત વલસાડ જિલ્લામાં હવે નવા પોલીસ વડા તરીકે યુવરાજસિંહ જાડેજાની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે હાલના એસપી ડૉ. કરનરાજ વાઘેલાની બદલી સુરત ખાતે કરવામાં આવી છે.

યુવરાજસિંહ જાડેજા અગાઉ વિવિધ મહત્વના પોલીસ વિભાગોમાં જવાબદારી સંભાળી ચૂક્યા છે અને તેમની કારકિર્દી કાયદો અને વ્યવસ્થાના પાલનમાં મજબૂત માનવામાં આવે છે. વલસાડમાં તેમના આગમનથી સ્થાનિક પોલીસ દળમાં નવી ઉર્જા આવી તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બીજી તરફ ડૉ. કરનરાજ વાઘેલાએ વલસાડમાં પોતાની કામગીરી દરમિયાન અનેક મહત્વપૂર્ણ ગુનાઓ ઉકેલી શહેરમાં શાંતિ અને સલામતી જાળવવામાં યોગદાન આપ્યું છે. હવે તેમની સુરત ખાતે નવી નિમણૂક સાથે તેમની જવાબદારી વિસ્તરશે.

રાજ્યભરમાં થયેલી આ બઢતી અને બદલીની કામગીરીથી પોલીસ દળમાં કાર્યક્ષમતા વધે તેવી સરકારની મકસદ જણાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here