માંડવા વડદેવી નજીક રસ્તા મરામતની કામગીરી શરૂ

0
178

કપરાડાના માંડવા વડદેવી વિસ્તારમાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 848 ચોમાસાના કારણે બિસમાર બની ગયો હતો. ખાડાઓને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. જેના પગલે થોડા દિવસ અગાઉ જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખના નેતૃત્વ હેઠળ પ્રખર વિરોધ નોંધાયો હતો.

વિરોધના પરિણામે તંત્રએ જાગૃત બની આજે વહેલી સવારે ખાડા પૂરવાની કામગીરી હાથ ધરી છે. ખાસ કરીને નાના વાહન ચાલકો માટે આ કામગિરી રાહતરૂપ બની છે. તેમ છતાં સ્થાનિકોમાં રસ્તાની ટકાઉ કામગીરી અંગે શંકા રહેલી છે, કારણ કે અગાઉ પણ આવા રિપેરિંગના થોડા દિવસ બાદ રસ્તો ફરી નબળી હાલતમાં પહોંચી જતો રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે હાઇવે પર થયેલી મરામત કેટલી ટકાઉ સાબિત થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here