
કપરાડા તાલુકાના સુખાલા ગામમાં વરસાદથી કીચડ યુક્ત અને ખરાબ રસ્તાના કારણે તબીબી સહાયમાં વિલંબ થવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે, ગઈ રાતે નિશાણા ફળિયામાં રહેતા અંદાજે 10 વર્ષના બાળકને તાવ આવતા હોસ્પિટલ લઈ જવાના પ્રયાસ દરમિયાન વાહન રસ્તામાં ફસાઈ ગયું હતું, આ ઘટનાને લઈ સ્થાનિકો દ્વારા તાત્કાલિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

તાલુકા પંચાયતની મહિલા સદસ્ય કુંજાલી પટેલ ઘટના સ્થળે પોહચી અને ભીષણ વરસાદ વચ્ચે ટ્રેક્ટર બોલાવી તાત્કાલિક રીતે રસ્તાની મરામત શરૂ કરાવી, તેમણે ગ્રામ પંચાયત અને વહીવટી તંત્ર સામે આક્રોશિત નિવેદન આપતાં કહ્યું હતું કે, “અમે કેટલાં વર્ષો સુધી આ દુર્દશા સહન કરીએ ? અનેક રજૂઆતો છતાં કોઈ પગલાં લેવામાં આવતાં નથી.”
ગામમાં હોદ્દેદાર અને રાજકીય રીતે પ્રભાવ શાળી લોકો હોવા છતાં સ્થિતિ ‘દીવા તળે અંધારું’ જેવી છે, લોકોએ હાલત સુધારવા તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે…