લવકર ગામે ચાલતા ઇસમ પાસેથી વિદેશી દારૂની બોટલ ઝડપાઇ, કપરાડા પોલીસે કાર્યવાહી હાથ ધરી

0
100

કપરાડા તાલુકાના લવકર ગામે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન એક ઇસમ પાસેથી વિદેશી દારૂની બોટલ ઝડપાતાં ચકચાર મચી ગઈ છે. કપરાડા પોલીસ ટીમ હદ વિસ્તારમાં સરકારી વાહનથી પ્રોહિબિશન અંગે પેટ્રોલિંગમાં હતી ત્યારે લવકર ગામના બરડા ફળિયા વિસ્તારમાં જાહેર રોડ પર ચાલતા જઈ રહેલા શંકાસ્પદ ઇસમને અટકાવાયો હતો.

તલાશી દરમિયાન ઈસમની પાસે રહેલી પ્લાસ્ટિકની થેલીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની એક બોટલ મળી આવી હતી. પોલીસે તરત જ આરોપી શાંતારામભાઈ ગોપાળભાઈ ભોયા, રહે. નિલોશી, હટી ફળિયા સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસે દારૂની બોટલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે. ઘટનાથી વિસ્તારના દારૂડીયાઓ અને બુટલેગરો માટે સ્પષ્ટ સંદેશો મળી રહ્યો છે કે હવે કાયદો કડક કાર્યવાહીમાં ઉતરી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here