નેશનલ સિકલ સેલ સમિટમાં દક્ષિણ ગુજરાત ચમક્યું, વલસાડના બે સિકલ સેલ યોધ્ધાનું સન્માન કરાયું…

0
129

નવી દિલ્હી ખાતે યોજાયેલી નેશનલ સિકલ સેલ સમિટમાં દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના બે સિકલ સેલ યોધ્ધાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, જે સમગ્ર વિસ્તારમાં ગૌરવની લાગણી જગાવનારી ઘટના બની. સિકલ સેલ એનિમિયા જેવી ઘાતક બીમારી સામે સંઘર્ષ કરી જીવનમાં સિદ્ધિ હાંસલ કરનાર આ યોધ્ધાઓએ અન્ય દર્દીઓ માટે પ્રેરણારૂપ દિશા દેખાડી.

સમિટ દરમિયાન પદ્મશ્રી ડૉ. યઝદી ઇટાલિયાએ જણાવ્યું કે, “સિકલ સેલ એનિમિયા પ્રોગ્રામ ફક્ત આરોગ્ય પહેલ નથી, પરંતુ તે એક સામાજિક ક્રાંતિ છે.” તેમણે રોગ સામે જાગૃતિ અને સમયસર સારવારના મહત્વ પર ભાર મૂક્યો. સમગ્ર કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના હેલ્થ વર્કર્સ અને સંગઠનોની ભૂમિકા પણ પ્રકાશમાં આવી.

આ સમિટથી સિકલ સેલ સામેના લડતને નવી દિશા મળવાની આશા વ્યકત થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here