
શ્રી સાંઈનાથ હોસ્પિટલ ધરમપુર ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં 300 થી વધુ ખેડૂત મિત્રોને સર્પદંશથી બચાવ માટે ગમબૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જોકે ગ્રામ્ય વિસ્તારમાં ખેતરમાં કાર્ય કરતી વેળાએ વધતી સર્પદંશની ઘટનાઓને ધ્યાનમાં રાખી આ પહેલ વિશેષ જીવન રક્ષક સાબિત થશે.

આ કાર્યક્રમ દરમિયાન પ્રીમિયમ સીરમના ડિરેક્ટર ડો. મિલિન્દ ખાદીલકર, She-Societyની પ્રમુખ પ્રયંકાબેન કદમ, ધરમપુર વિભાગના વન સંરક્ષણ અધિકારી રુચિબેન દવે તથા વાંસદા વિભાગના વન સંરક્ષણ અધિકારી જ્યોતિબેન જોષી ઉપસ્થિત રહ્યા હતા.

ડૉ. ડી.સી. પટેલના માર્ગદર્શન હેઠળ સાંઈનાથ પરિવારના સભ્યો સાથે મળીને ગમબૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ ખેડૂતોને ખેતરમાં સુરક્ષા સાધનોનો ઉપયોગ કરી પોતાના આરોગ્યનું રક્ષણ કરવા અનુરોધ કર્યો હતો.

આ પહેલથી ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી…