વલસાડમાં આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર…

0
127

વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા વિદેશથી આયાત થનાર કપાસ પરના તમામ પ્રકારના વેરા મુક્ત કરવાના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો. આજે જિલ્લા પ્રમુખ જયેન્દ્ર ગાંવિત તથા જિલ્લા લોકસભા પ્રભારી કમલેશ પટેલની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાઈ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી કે આ નિર્ણય ખેડૂતોના હિતમાં નથી અને તેને તાત્કાલિક પરત લેવામાં આવે.

આપના આગેવાનોનું કહેવું હતું કે વિદેશી કપાસ વેરામુક્ત થશે તો સ્થાનિક કપાસ ઉત્પાદકોને યોગ્ય ભાવ નહીં મળે અને ખેડૂતોની મુશ્કેલીઓ વધશે. ખેડૂતો પહેલેથી જ વધતા ખર્ચા અને બજારની અસ્થિરતાથી પરેશાન છે.

આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ જયેન્દ્ર ગાંવિત, કમલેશ પટેલ, જીતુ દેસાઈ, વસીમ બેલી, જિલ્લા ઉપપ્રમુખ જીગ્નેશ ગોહિલ, જિલ્લા S.C. કૌશિક ઝાંખીયા, સંઘટન મંત્રી શેલેશ ત્રિપાઠી, કપરાડા ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, ઉમરગામથી મનીષ હળપતિ, મિન્ટુભાઈ જસ્વાલ, વાપીથી રામ લખણ, પારડીથી બિપિન તોમર, કેતનભાઈ, ધરમપુરથી રણજિતભાઈ અને નિલેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here