શિક્ષકદિને શિક્ષકોને ફંડ એકત્ર કરાવવા સરકારનો નિર્ણય, આમ આદમી પાર્ટીનો વિરોધ

0
161

ગુજરાત સરકારના પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ તાજેતરમાં એક પરિપત્ર જાહેર કરીને સૂચના આપી હતી કે શિક્ષક દિવસથી એક અઠવાડિયા સુધી રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો ઉદ્યોગપતિઓ પાસે જઈને ફંડ ફાળવવા અપીલ કરશે. સરકારના આ નિર્ણય સામે શિક્ષક વર્ગમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે.

આ મુદ્દે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈશુદાન ગઢવીએ મુખ્યમંત્રીને પત્ર લખી સરકારને આ નિર્ણય તરત જ પાછો ખેંચવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે શિક્ષકોનું મુખ્ય કાર્ય વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું છે, તેમને ફંડ એકત્ર કરવાની ફરજ સોંપવી શિક્ષણ પ્રણાલી માટે ઘાતક સાબિત થશે. સાથે જ તેમણે શિક્ષક સમાજ પાસે સરકાર માફી માંગે તેવી માંગ પણ ઉઠાવી છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here