
પારડી તાલુકાના ચીવલ ગામના પીપળી ફળિયામાં પાંચ દિવસીય સાર્વજનિક ગણેશ મહોત્સવનો કાર્યક્રમ ભાવભેર ઉજવાયો હતો. મહોત્સવ દરમિયાન પીપળી ફળિયાના તેમજ બાબરખડક ડુંગરી ફળિયાના ભક્તજનો એકતા ભાવે જોડાયા હતા. દરરોજ સવાર અને સાંજની આરતી, ભજન-કીર્તન તથા શ્રીજીની પૂજાના કાર્યક્રમો યોજાતા ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.

આજે મહોત્સવના અંતિમ દિવસે વહેલી સવારે શ્રીજીની શાસ્ત્રોક્ત પૂજા કરી પૂર્ણાહુતિ કરવામાં આવી. મોટી સંખ્યામાં સ્થાનિક ભક્તોએ હાજરી આપી પ્રાર્થના કરી હતી. બપોર બાદ વાજતે ગાજતે ધામધૂમ પૂર્વક વિધિવત વિસર્જન યાત્રા યોજાશે, જેમાં ગામજનો સાથે શ્રદ્ધાળુઓ ઉત્સાહ પૂર્વક જોડાશે.

ગામમાં પાંચ દિવસ ચાલેલા આ મહોત્સવે સૌ ભક્તોમાં ભાઈચારો, એકતા અને શ્રદ્ધા ભાવનો અનોખો સંદેશ પ્રસરાવ્યો હતો…