સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા વાપી ઈએસઆઈસી હોસ્પિટલની અચાનક મુલાકાત

0
100

વલસાડ-ડાંગ લોકસભાના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે આજ રોજ વાપી શહેરની ચણોદ કોલોની ખાતે આવેલ ઈએસઆઈસી હોસ્પિટલની અચાનક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સાંસદશ્રીએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે સંવાદ સાધી તેમની સમસ્યાઓ અંગે પૂછપરછ કરી હતી. તેમજ હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટરો અને સ્ટાફ સાથે ચર્ચા કરી સારવારની ગુણવત્તા, ઉપલબ્ધ સુવિધાઓ તથા હોસ્પિટલ પ્રાંગણની સફાઈ-સુવ્યવસ્થા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ અવસરે વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, વાપી નોટિફાઈડ એરિયા પ્રમુખ શ્રી અમનભાઈ ત્રિવેદી, જિલ્લા આઈટી સેલ ઇન્ચાર્જ શ્રી ધૃવિનભાઈ પટેલ, જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ શ્રી હિતેશભાઈ સુરતી, આદિજાતિ મોરચાના પ્રમુખ શ્રી અંબુભાઈ પટેલ, નોટિફાઈડ મંડળ મહામંત્રી શ્રી વિમલભાઈ ચૌહાણ, વલસાડ નગરપાલિકા કારોબારી ચેરમેન શ્રી આશિષભાઈ દેસાઈ તેમજ નગરસેવક શ્રી અમીષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

સાંસદશ્રીએ જણાવ્યું કે સામાન્ય લોકો માટે આરોગ્ય સુવિધા સરળતાથી ઉપલબ્ધ કરાવવી સરકારની પ્રાથમિકતા છે અને આ દિશામાં સતત પ્રયાસો થઈ રહ્યા છે. હોસ્પિટલ પ્રબંધનને સેવાઓ વધુ સુવ્યવસ્થિત બનાવવાની સલાહ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here