વિજળીના બિલમાં રાહત : રાજ્ય ઉર્જામંત્રીની મોટી જાહેરાત

0
197

રાજ્યના ઉર્જામંત્રીએ વિજ ગ્રાહકોને મોટી રાહત આપતા જાહેરાત કરી છે. સરકારે યુનિટ દીઠ ફ્યુઅલ સરચાર્જમાં 15 પૈસાનો ઘટાડો કર્યો છે. આ નિર્ણયથી ગ્રાહકોને 100 યુનિટના વપરાશ પર રૂ.15 સુધીનો સીધો લાભ થશે. જાન્યુઆરી 2024માં પણ 50 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

રાજ્યના આશરે 1.75 કરોડ વીજ ગ્રાહકોને આ નવી રાહતનો લાભ મળશે. ઉર્જા વિભાગ દ્વારા તાજેતરમાં 142 કંપનીઓનો વીજ સર્વે કરવામાં આવ્યો હતો. તેના આધારે સરકાર ગ્રાહકોના હિતમાં આ મહત્વપૂર્ણ નિર્ણય પર પહોંચી છે.

ઉર્જામંત્રીએ જણાવ્યું કે સરકાર વીજળી ક્ષેત્રે પારદર્શિતા જાળવીને સામાન્ય ઘરેલુ, વેપારી તેમજ ઔદ્યોગિક ગ્રાહકોને સતત રાહત આપવાના પ્રયત્નો કરી રહી છે. વિજળીના ખર્ચમાં ઘટાડો થવાથી ઘરેલુ બજેટ પરનો બોજ હળવો થશે અને ઉત્પાદનક્ષેત્રે પણ સકારાત્મક અસર પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here