વાપી જીઆઈડીસી કચેરી ખાતે સાંસદ ધવલભાઈ પટેલની મુલાકાત

0
106

ઉદ્યોગ વિકાસ સાથે જનસુવિધાઓ માટે અધિકારીઓને માર્ગદર્શન

લોકસભાના દંડક અને વલસાડ-ડાંગ સાંસદશ્રી ધવલભાઈ પટેલે આજે વાપી ઔદ્યોગિક વિકાસ નિગમ (જીઆઈડીસી) કચેરીની રૂબરૂ મુલાકાત કરી હતી. આ અવસરે સાંસદશ્રીએ જીઆઈડીસી તથા નોટિફાઈડ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને વાપી ઉદ્યોગ વિસ્તારના સર્વાંગી વિકાસ તેમજ સ્થાનિક જનમાનસને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું હતું.

સાંસદશ્રીએ ઉદ્યોગોને આવશ્યક એવી રસ્તા, પાણી, સ્વચ્છતા અને અન્ય મૂળભૂત સુવિધાઓના ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો હતો. સાથે સાથે તેમણે ઉદ્યોગોના વિકાસ સાથે નાગરિક સુવિધાઓમાં સુધારો લાવવાની જરૂરિયાત પર પણ ચર્ચા કરી હતી.

આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, જિલ્લા ઉપપ્રમુખ શ્રી પપ્પુભાઈ તિવારી, વાપી નોટિફાઈડ એરિયા પ્રમુખ શ્રી અમનભાઈ ત્રિવેદી, જિલ્લા આઈટી સેલ ઈન્ચાર્જ શ્રી ધૃવિનભાઈ પટેલ, જિલ્લા સોશિયલ મીડિયા ઈન્ચાર્જ શ્રી હિતેશભાઈ સુરતી, જિલ્લા આદિજાતિ મોરચાના પ્રમુખ શ્રી અંબુભાઈ પટેલ, વલસાડ નગરપાલિકાના કારોબારી ચેરમેન શ્રી આશિષભાઈ દેસાઈ તથા નગરસેવક શ્રી અમીષભાઈ પટેલ હાજર રહ્યા હતા.

સ્થાનિક ઉદ્યોગ વિકાસ સાથે જનસુવિધાઓને ગતિ આપવા માટેની આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here