
ઉમરગામમાં આ વર્ષે ગણેશોત્સવ નિમિત્તે બનાવાયેલા પંડાલમાં ઓપરેશન સિંદૂરની થીમ રજૂ કરવામાં આવી છે. પંડાલમાં ભારતીય સેનાના શૌર્ય, દેશપ્રેમ અને ત્યાગના દ્રશ્યો સુંદર રીતે રજૂ કરાયા છે. દેશભક્તિથી ઓતપ્રોત આ પંડાલ લોકોને આકર્ષી રહ્યો છે. મુલાકાતીઓમાં દેશ પ્રત્યે ગૌરવ અને સેનાની કામગીરી પ્રત્યે આદરની ભાવના વધતી જોવા મળી રહી છે. પંડાલમાં આવનારાં દરેક જણ સેનાનાં બલિદાનને યાદ કરી ગર્વ અનુભવી રહ્યા છે. સ્થાનિક યુવકોના સહકારથી તૈયાર થયેલ આ અનોખો પંડાલ ઉમરગામમાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોકોમાં દેશભક્તિની ભાવના પ્રસરાવી રહ્યો છે.
વક્રતુંડ મહાકાય, સુર્યકોટિ સમપ્રભ ।
નિર્વિઘ્નં કુરૂ મે દેવ, સર્વકાર્યેષુ સર્વદા ॥