ખુટલીમાં આમ આદમી પાર્ટીની જનસભા યોજાઈ

0
464

કપરાડા વિધાનસભા મત વિસ્તારના ખુટલી ગામે આમ આદમી પાર્ટી દ્વારા “ગુજરાત જોડો અભિયાન” અંતર્ગત વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. નાનાપોંઢા જિલ્લા પંચાયત સીટને લઈને યોજાયેલી આ સભામાં ઉપપ્રમુખ દિવ્યેશ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવનારા સમયમાં આ સીટ આમ આદમી પાર્ટી જીતશે.

જનસભામાં લોકસભા ઇન્ચાર્જ કમલેશ પટેલ, જિલ્લા પ્રમુખ જયેન્દ્ર ગાવિત, તાલુકા પ્રમુખ રાજેશ રાઉત, ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, માઇનોરીટી સેલ પ્રમુખ અશદ સિંધી સહિત યોગેશભાઈ પવાર, લતેશભાઈ, અશોકભાઈ, મણિલાલભાઈ તથા અનેક આગેવાનો હાજર રહ્યા હતા. સાથે જ મોટી સંખ્યામાં પાર્ટીના સક્રિય કાર્યકરો અને ગામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

સભામાં નેતાઓએ ગ્રામ્ય વિસ્તારોના વિકાસ, જનહિતના મુદ્દાઓ તથા શિક્ષણ આરોગ્ય જેવા વિષયોમાં આમ આદમી પાર્ટી દ્વારા કરાયેલા પ્રયાસોને લોકો સમક્ષ રજૂ કર્યા હતા. કાર્યકરોને પ્રોત્સાહન આપતાં આગેવાનોએ આવનારી ચુંટણીઓમાં મજબૂત પ્રદર્શન કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ જનસભા દરમિયાન સ્થાનિકોમાં ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here