ધરમપુર તાલુકામાં બોગસ ડોક્ટરો સામે આમ આદમી પાર્ટીની રજૂઆત

0
385

ધરમપુર તાલુકામાં બોગસ ડોક્ટરોના વધતા પ્રભાવને લઈ આમ આદમી પાર્ટી સક્રિય બની છે. તાલુકા પ્રમુખ રાકેશ પટેલે તાલુકા હેલ્થ ઓફિસર (T.H.O.)ને સંબોધીને લેખિત રજૂઆત કરી છે કે ગેરકાયદેસર રીતે કામ કરતા આ ડોક્ટરો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે.

બોપી, હનમતમાળ, બિલ્ધા, જામલીયા, પંગારબારી, વાઘવળ, આવધા, ગડી, મામાભાચા અને કોસમપાડા ત્રણ રસ્તા સહિત અનેક ગામોમાં બોગસ ડોક્ટરો પોતાની હાટડીઓ ચલાવી રહ્યા છે. આના કારણે સ્થાનિક આદિવાસી લોકોના આરોગ્ય સાથે ચેડાં થવાના ગંભીર આક્ષેપો છે.

આમ આદમી પાર્ટી આરોગ્ય મુદ્દે રાજ્ય વ્યાપી અવાજ ઉઠાવતી આવી છે. હવે ધરમપુર તાલુકા પ્રમુખે પણ તંત્રને દબાણ કર્યું છે કે તાત્કાલિક તપાસ કરી કાયદેસરની કાર્યવાહી અમલમાં મૂકી લોકોના આરોગ્યનું રક્ષણ કરવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here