દહીખેડ ગામનો લો લેવલ પુલ ધોવાઈ જતાં અવર જવર ઠપ, રીપેરીંગની માંગ

0
130

કપરાડા તાલુકાના દહીખેડ ગામ નજીક વાંકી નદી પર આવેલો લો લેવલ પુલ તાજેતરના પૂરનાં પાણીથી ગંભીર રીતે નુકસાન પામ્યો છે. સતત ત્રણ દિવસ સુધી નદીમાં આવેલા વહીવટા પાણીના કારણે આ પુલ પરથી અવર જવર સંપૂર્ણ પણે ઠપ રહી હતી, જેના લીધે આસપાસના ગામો વચ્ચેનો સંપર્ક તૂટી ગયો હતો. હાલમાં વરસાદનું જોર ઘટતાં પાણી ઉતરી ગયું છે અને પુલની વચ્ચે મોટા ખાડા પડી ગયાનું બહાર આવ્યું છે. જેના કારણે વાહન ચાલકો તેમજ પદયાત્રીઓને ભારે જોખમ ઉભું થયું છે.

ગામ લોકો જણાવે છે કે આ પુલ જ તેમના માટે મુખ્ય અવર જવરનો માર્ગ છે. હાલાકી વધતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક તંત્રને પુલનું રીપેરીંગ કરી મુસાફરી સુચારુ બનાવવા માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here