ટુકવાડા ગામે સાગડમાળ ફળીયામાં પરંપરાગત હવન કાર્યક્રમ યોજાયો

0
55

કપરાડા તાલુકાના ટુકવાડા ગામે સાગડમાળ ફળીયામાં આદિવાસી સમાજમાં વર્ષોથી ચાલતી પરંપરા મુજબ વિશાળ હવન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના પૂજારીઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે પરંપરાગત રીત-રિવાજ અનુસાર પૂજા-અર્ચના કરી હતી.

ગામમાં ચાલતી આ પરંપરા મુજબ, ડાંગરની રોપણી પૂર્ણ થયા બાદ ખેડૂત ભાઈઓ ખેતરોમાં સારો પાક ઉપજે, ખેતીમાં નુકસાન ન થાય, અનાજ અને સંપત્તિ ભરપૂર મળે તેમજ ગામના લોકો સાથે પશુ-પક્ષીઓ તંદુરસ્ત રહે તે માટે આ હવન કરવામાં આવે છે.

હવન કાર્યક્રમમાં ગામના વડીલો, યુવાનોએ શ્રદ્ધા પૂર્વક ભાગ લીધો હતો. આ અવસર પર સમગ્ર ગામમાં આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો. સૌએ એકતા સાથે સુખ-શાંતિ, સમૃદ્ધિ અને સારા પાક માટે પ્રાર્થના કરી હતી.

આ વિધિ દ્વારા ગ્રામજનોમાં વિશ્વાસ છે કે આવનારા સમયમાં સારો પાક ઉપજે, કુદરતી આફતો દૂર થાય અને ગામમાં સુખાકારી વધે. પરંપરા જાળવવા માટે દર વર્ષે આવો કાર્યક્રમ યોજાતો હોય છે, જે ગામની સાંસ્કૃતિક અને ધાર્મિક એકતાનું પ્રતિક ગણાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here