વલસાડ જિલ્લામાં 13 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલત

0
177

વલસાડ જિલ્લામાં આવેલ તમામ અદાલતોમાં તા. 13 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલત યોજાવાની છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ યોજાનારી આ લોક અદાલતમાં નાગરિક, ફોજદારી, વાહન અકસ્માત વળતર, બેંક લોન તેમજ વીજબીલ સંબંધિત સહિતના અનેક પ્રકારના કેસોનો નિકાલ કરવામાં આવશે. સુલેહ અને સમાધાનના આધારે કેસોનો ઉકેલ થવાથી પક્ષકારોને કોર્ટ ફી માફી, સમય અને ખર્ચની બચત જેવા લાભ મળશે. નાગરિકોને તેમના લાંબા સમયથી ચાલી રહેલા વિવાદોમાં ઝડપી ન્યાય મેળવવાનો મોકો મળશે. લોક અદાલત માટે તમામ પૂર્વ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળે નાગરિકોને આ અવસરનો લાભ લેવા અપીલ કરી છે. જેથી નાની મોટી કાનૂની મુશ્કેલીઓનો ઉકેલ સરળતાથી મળી રહે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here