ગુજરાતમાં ગુટખા અને તંબાકુ યુક્ત પાન મસાલા પર પ્રતિબંધ લંબાયો…

0
107

ગુજરાત સરકારે રાજ્યમાં ગુટખા અને તંબાકુ યુક્ત પાન મસાલા પર લાગુ પ્રતિબંધ વધુ એક વર્ષ માટે લંબાવ્યો છે. આ પ્રતિબંધ 13 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવી સપ્ટેમ્બર 2026 સુધી ચાલુ રહેશે.

ફૂડ એન્ડ સેફટી વિભાગના જણાવ્યા મુજબ નિકોટીન અને તંબાકુ વાળા પાન મસાલાનો વેચાણ, ઉત્પાદન કે સંગ્રહ કાયદેસર ગુનો ગણાશે. તંબાકુ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાને કારણે કેન્સર સહિતની ગંભીર બીમારીઓથી લોકો બચી રહે તે હેતુસર આ નિર્ણય લેવાયો છે.

નિયમનો ભંગ કરનાર વેપારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી થશે. અનેક વર્ષોથી ગુજરાતમાં ગુટખા પર પ્રતિબંધ લાગુ છે અને આ લંબાવાનો હેતુ ખાસ કરીને યુવા પેઢીને વ્યસનથી દૂર રાખવાનો છે. તંબાકુ મુક્ત ગુજરાત તરફ રાજ્ય સરકારે લીધેલું આ પગલું આરોગ્યની દ્રષ્ટિએ મહત્વ પૂર્ણ ગણાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here