ભંડારકરછ ગામે વહેલી સવારે ભૂકંપના સતત આંચકા, ગ્રામજનોમાં દહેશત

0
191

કપરાડા તાલુકાના ભંડારકરછ ગામે આજે શુક્રવાર, તા. 19 સપ્ટેમ્બર, વહેલી સવારે ધરતી કંપના આંચકા અનુભવાતા લોકોમાં ભય અને દહેશતનું વાતાવરણ સર્જાયું હતું. માહિતી મુજબ પ્રથમ આંચકો સવારે 2.50 વાગ્યે અનુભવાયો હતો. ત્યાર બાદ 3.00 વાગ્યે અને 4.45 વાગ્યે ફરી બે વખત ધરતી ધ્રૂજી ઉઠી હતી. રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા અનુક્રમે 5.04, 5.05 અને 5.06 નોંધાઈ હતી.

અચાનક આવેલા આંચકાઓથી ગ્રામજનો પોતાના ઘરોમાંથી દોડી બહાર નીકળી ખુલ્લા મેદાનો અને સુરક્ષિત સ્થળોએ ભેગા થઈ ગયા હતા. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે મંગળવારે પણ આ વિસ્તારોમાં ભૂકંપના ઝટકાઓ અનુભવાયા હતા, જેના કારણે ચિંતા અને અસુરક્ષાની લાગણી વધી રહી છે. ખાસ કરીને બાળકો અને વડીલો ભારે ભયગ્રસ્ત બન્યા છે.

હાલ સુધી કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયાની સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને ગ્રામજનોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. સતત આવતા આંચકાઓને કારણે ભંડારકરછ ગામ તથા આસપાસના વિસ્તારોમાં ભારે દહેશત ફેલાઈ ગઈ છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here