કપરાડામાં યુવાનોને ઉમેદવારી આપવા AAP ની જાહેરાત, 30 વર્ષથી ભાજપે ગુમરાહ કર્યું – જનસભામાં જયેન્દ્ર ગાંવિતનો આક્ષેપ

0
176

કપરાડા વિધાનસભાના વારોલી તલાટ વિસ્તારમાં તા. 19/09/2025, શુક્રવારના રોજ વેરી ભવાડા ચોકારી ફળીયા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા જાહેર જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ જિલ્લા પ્રમુખ શ્રી જયેન્દ્ર ગાંવિત, કપરાડા તાલુકા પ્રમુખ રાજેશ રાઉત, તાલુકા ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, લીગલ સેલ પ્રમુખ ધવળીયા ભોયા, તેમજ અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સભામાં હાજર રહેલા લોકોની મોટી સંખ્યાએ પક્ષ પ્રત્યે વિશ્વાસ દર્શાવ્યો હતો. કાર્યક્રમને સંબોધન કરતાં જિલ્લા પ્રમુખ જયેન્દ્ર ગાંવિતે જણાવ્યું કે, “છેલ્લા 30 વર્ષથી ભાજપે કપરાડા વિસ્તારમાં લોકો સાથે વિકાસના નામે છેતરપિંડી કરી છે. રોડ, પાણી, રોજગારી જેવા મુદ્દાઓ અધૂરા રહ્યા છે. વિકાસના બદલે ભારે ભ્રષ્ટાચાર જ થયો છે.”

તેમણે વધુમાં ઉમેર્યું કે આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં યુવાનોને તક આપવી અગત્યની છે. જનતા સાથે મળી આમ આદમી પાર્ટી ઝાડુના નિશાન પર વિજય મેળવશે અને હકનો વિકાસ લાવશે.

કાર્યક્રમમાં મગનભાઈ, આનંદભાઈ, વિગ્નેશભાઈ સહિતના આગેવાનોની વિશેષ હાજરી રહી હતી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here