ભેંસદરા ખાતે આમ આદમી પાર્ટીની જનસભા ઉત્સાહ પૂર્વક યોજાઈ

0
215

ધરમપુર તાલુકાના ભેંસદરા ગામે આમ આદમી પાર્ટીની જનસભા તા. 20 સપ્ટેમ્બર 2025 ની રાત્રે ઉત્સાહભેર યોજાઈ હતી. કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પ્રમુખ જયેન્દ્રભાઈ ગાવિત, લોકસભા ઇન્ચાર્જ કમલેશભાઈ પટેલ, વિધાનસભા પ્રભારી રાકેશભાઈ પટેલ, ધરમપુર તાલુકા મંત્રી મહેશભાઈ, નરેશભાઈ અને જીજ્ઞેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પાર્ટીના આગેવાનોએ લોક હિતના પ્રશ્નો પર ચર્ચા કરી હતી અને આવનારા સમયમાં ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. યુવાનોને રાજકારણમાં જોડાવા તથા ગ્રામજનોના હક્ક માટે સક્રિય થવા પ્રેરણા અપાઈ હતી.

જનસભામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા. તાળીઓના ગડગડાટ સાથે વક્તાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સમગ્ર વાતાવરણ ઉત્સાહપૂર્ણ બન્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here