નવરાત્રીના પ્રથમ દિવસે ચૈતર વસાવાને શરતી જામીન, આદિવાસી સમાજમાં ખુશીના લહેર

0
106

આદિવાસી સમાજના મસીહા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઇકોર્ટે એક વર્ષ માટે શરતી જામીન મંજૂર કર્યા છે. નવરાત્રીના પ્રથમ જ દિવસે મળેલા આ નિર્ણયથી આદિવાસી સમાજમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.

ચૈતર વસાવા લાંબા સમયથી કાયદાકીય પ્રક્રિયા ભોગવી રહ્યા હતા. હવે હાઇકોર્ટના આદેશ બાદ તેઓ શરતી જામીન પર જેલમુક્ત થવાના છે. કોર્ટએ કેટલીક શરતો સાથે તેમને જામીન આપ્યા છે, જેનું પાલન કરવું ફરજિયાત રહેશે.

ચૈતર વસાવાને આદિવાસી સમાજમાં “મસીહા” તરીકે ઓળખવામાં આવે છે. તેમના સામાજિક અને રાજકીય કાર્યને કારણે તેઓએ હજારો લોકોના દિલ જીતી લીધા છે. આ કારણસર જામીનની જાહેરાત થતા જ આદિવાસી વિસ્તારોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.

આપ પક્ષ માટે પણ આ મોટો રાજકીય વિકાસ માનવામાં આવી રહ્યો છે. નવરાત્રી જેવા પવિત્ર અવસરે મળેલા જામીન ચૈતર વસાવા અને તેમના સમર્થકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. હવે આવનારા દિવસોમાં ચૈતર વસાવા ફરીથી લોકો વચ્ચે સક્રિય રાજકીય અને સામાજિક ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here