
રાજમાતા જીજાઉ ડ્રીમ સીડસ રાષ્ટ્રીય સામાજિક સંસ્થા દ્વારા “વાંચન પ્રોજેક્ટ” અંતર્ગત કપરાડા અંતરિયાળ વિસ્તારના પી.એન.સી. પબ્લિક સ્કૂલના 40 હોશિયાર વિદ્યાર્થીઓનું વાપીમાં પ્રમાણપત્ર અને ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું. આ બાળકો હવે બીજા 40 બાળકોને વાંચન માટે પ્રેરિત કરશે એવી અપેક્ષા સંસ્થાના અધિકારી શ્રી આનંદા જાધવ સાહેબે વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે BSF માંથી નિવૃત્ત થયેલા અને કાકડકોપરનાં વતની શ્રી સુરેશભાઈ ચૌધરીને સંસ્થાએ સન્માનિત કરી ભારતીય સેના પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. સુરેશભાઈએ વિદ્યાર્થીઓને ફૌજમાં જોડાવા માટે પ્રેરણા આપી.
સંસ્થાની મહિલા અધિકારી શ્રીમતી વાસંતી જાધવ મેડમે વાંચનના મહત્વ પર ભાર મૂકતાં કહ્યું કે “Read, Write, Count and Think – the real road to progress.”
કેળકર વઝે મરાઠી વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી જગન્નાથ કવીશ્વર અને પી.એન.સી. પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી શ્રી હનુમાન મુંડે સરે સરળ ભાષામાં સમજાવ્યું કે જેટલી વધારે ભાષાઓ શીખશો, વાંચશો અને બોલશો, તેટલું જીવનમાં સફળતા મેળવશો.
કાર્યક્રમમાં સુંદર જનધન કો-ઓપરેટીવ બેંકના પ્રમુખ શ્રી રાધાકિશન નાઈકવાડે, શ્રી સુનિલ સિરસાટ, બરોડા બેંકના વાપી શાખા મેનેજર શ્રી જાલંધર દરાડે, હુબર ગ્રુપના મેનેજર શ્રી બાબર સર, કવયિત્રી શ્રીમતી વંદના ચૌધરી, શ્રી તુકારામ ઘુગે સહિત સંસ્થાના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
અંતમાં પી.એન.સી. પબ્લિક સ્કૂલની ટ્રસ્ટી શ્રીમતી કલ્પના મુંડે મેડમે સૌનો આભાર વ્યક્ત કરી બાળકોને શુભકામનાઓ પાઠવી હતી.