
કપરાડા વિધાનસભા વિસ્તારમાં આવેલા APMC ખાતે આજ રોજ “હર ઘર સ્વદેશી” મંત્ર સાથે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત કાર્યકર્તા તથા જાગૃત વેપારી સંમેલન યોજાયું હતું. કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી ઉપસ્થિત રહી સૌને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે સ્વદેશી અપનાવવાથી દેશની આર્થિક પ્રગતિને નવો વેગ મળશે. સાથે જ વેપારીઓના હિતમાં જીએસટી ઘટાડા મુદ્દે વિશેષ ચર્ચા પણ યોજાઈ હતી.

આ અવસરે વિસ્તારમાં દુકાનો અને દીવાલો પર સ્વદેશી અભિયાન અંગે જાગૃતિ ફેલાવવા માટે સ્ટિકર્સ લગાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી શિલ્પેશ દેસાઈ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી જીતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી મિતેશભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિ અધ્યક્ષ શ્રી કેતનભાઈ પટેલ, નાનાપોંઢા સરપંચ શ્રી મુકેશભાઈ પટેલ, પારડી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી પુનિતભાઈ પટેલ, કપરાડા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી વિપુલભાઈ ભોયા સહિત અનેક જિલ્લા તથા તાલુકા સ્તરના પદાધિકારીઓ, વેપારી મિત્રો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.